જાણી લો એક એપ્રિલથી કયા કયા બદલાવ થવાના છે સંપૂર્ણ માહિતી

 1. PAN કાર્ડ ઈનએક્ટિવ થઈ શકે છે
  જો તમે હજુ સુધી તમારું પાન કાર્ડ લિંક કરાવ્યું ન હોય તો તમે 31 માર્ચ પહેલા કરાવી લેજો જેથી કરીને પહેલી એપ્રિલથી તમારું પાનકાર્ડ ઈનએક્ટિવ ન થઈ જાય. આવકવેરા એક્ટની સેક્શન 139AA મુજબ દરેક વ્યક્તિ જેને 1 જુલાઈ 2017ના રોજ એક PAN ફાળવવામાં આવ્યું છે અને જે આધાર નંબર મેળવવા પાત્ર છે, નિર્ધારિત ફોર્મ અને યોગ્ય રીતથી પોતાના આધાર નંબરની જાણકારી આપશે. બીજા શબ્દોમાં કહીએ તો આવી વ્યક્તિઓએ 31 માર્ચ સુધીમાં લેટ ફી પેમેન્ટ સાથે પોતાનું આધાર અને પેન અનિવાર્ય રીતે લિંક કરાવવું પડશે. જો તમે આમ નહીં કરો તો 1 એપ્રિલ બાદ તમારે 10 હજાર રૂપિયા દંડ ભરવો પડશે.
 2. મોંઘી થશે આ ગાડીઓ
  BS-6 ના બીજા ફેઝના ટ્રાન્ઝિશન સાથે ઓટો કંપનીઓનો ખર્ચો સતત વધી રહ્યો છે આ ઉપરાંત ઈન્ફલેશનને જોતા તેઓ આ વધેલા ખર્ચાને ગ્રાહકો પર નાખી રહી છે અને આવામાં જો તમે પહેલી એપ્રિલ પછી ગાડી ખરીદવાનું વિચારતા હોવ તો તમારા ખિસ્સા ઉપર પણ વધુ બોજો પડશે. Honda, Maruti Suzuki, Tata Motors, Hero Motocorp જેવી કંપનીઓએ જાહેરાત કરી છે કે તેઓ પહેલી એપ્રિલથી પોતાની ગાડીઓના અલગ અલગ વેરિએન્ટ્સના ભાવ વધારશે.
 3. દિવ્યાંગજનો માટે જરૂરી બનશે UDID
  દિવ્યાંગોએ 17 સરકારી યોજનાઓનો લાભ લેવા માટે એક એપ્રિલથી ફરજિયાતપણે કેન્દ્ર દ્વારા જારી કરાયેલા દિવ્યાંગજનો માટેના વિશિષ્ટ ઓળખપત્ર (UDID) સંખ્યા બતાવવી પડશે. સરકારે કહ્યું છે કે જેમની પાસે UDID ન હોય તો તેમણે દિવ્યાંગતા પ્રમાણપત્ર સાથે UDID નામાંકન સંખ્યા (ફક્ત UDID પોર્ટલ દ્વારા મળેલ) પ્રદાન કરવું પડશે. દિવ્યાંગ કેસોના વિભાગ તરફથી બહાર પડેલા એક કાર્યાલય વિજ્ઞપ્તિ મુજબ એ ખ્યાલ રાખવામાં આવે કે કાયદેસર UDID સંખ્યાની ઉપલબ્ધતા હોવા પર દિવ્યાંગતા પ્રમાણપત્રની ભૌતિક કોપી કે દિવ્યાગતા પ્રમાણપત્ર અપલોડ કરવાની જરૂર નથી.
 4. 6 ડિજિટવાળા HUID માર્કાવાળા દાગીના જ વેચાણપાત્ર
  દેશમાં એક એપ્રિલનથી સોનાના એવા દાગીના અને કલાકૃતિઓનું વેચાણ થઈ શકશે જેના પર છ અંકોવાળા હોલમાર્ક અલ્ફાન્યૂમેરિક યુનિક આઈડેન્ટિફિકેશન (HUID) સંખ્યા અંકિત હશે. તેનો અર્થ એ થયો કે 31 માર્ચ બાદ HUID વગરના જૂના હોલમાર્કવાળા દાગીનાનું વેચાણ થઈ શકશે નહીં. ગ્રાહકોના મામલાના મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ગ્રાહકોના હિતોને સુરક્ષિત કરવા માટે તમામ પક્ષકારો સાથે સલાહ સૂચનો કર્યા બાદ આ અંગે 18 જાન્યુઆરીના રોજ નિર્ણય લેવાયો હતો. ગોલ્ડ હોલમાર્ક સોનાની શુદ્ધતાનું પ્રમાણપત્ર હોય છે. તે 16 જૂન 2021થી સ્વૈચ્છિક હતું. છ અંકોવાળી HUID સંખ્યાને એક જુલાઈ 2021થી લાગૂ કરાઈ છે. મંત્રાલયે એ પણ સ્પષ્ટ ક ર્યું કે ગ્રાહકો પાસે હાલના જૂના હોલમાર્કવાળા દાગીના કાયદેસર ગણાશે.
 5. હાઈ પ્રીમીયમવાળી વીમા પોલીસી પર લાગશે ટેક્સ
  બજેટ 2023માં જાહેરાત થઈ હતી કે જો તમારું વીમાનું પ્રીમીયમ વાર્ષિક 5 લાખથી વધુ હશેતો તેનાથી થતી કમાણી પર ટેક્સ લાગશે. અત્યાર સુધી વીમાથી થતી રેગ્યુલર ઈન્કમ સંપૂર્ણ રીતે ટેક્સફ્રી હતી. તેનો ફાયદો HNI એટલે કે નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલને મળતો હતો. ત્યારબાદ HNI ને ઈન્શ્યુરન્સથી થનારી કમાણી પર લિમિટેડ લાભ જ મળશે. તેમાં ULIP પ્લાનને સામેલ કરાયો નથી. આ નિયમ 1 એપ્રિલથી લાગૂ થશે.
 1. ગોલ્ડના કન્વર્ઝન પર નહીં લાગે કેપિટલ ગેઈન ટેક્સ
  આ વર્ષે બજેટમાં જાહેરાત થઈ હતી કે જો તમે 1 એપ્રિલથી ફિઝિકલ ગોલ્ડને ઈ-ગોલ્ડ કે ઈ-ગોલ્ડને ફિઝિકલ ગોલ્ડમાં કન્વર્ટ કરશો તો તમારે તેના પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ આપવો પડશે નહીં. ગોલ્ડ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે. જો કે જો તમે કન્વર્ઝન બાદ તેને વેચશો તો તમારે LTCG ના નિયમો હેઠળ ટેક્સ ભરવો પડશે.
 2. LPG, CNG, PNG ના ભાવમાં ફેરફાર
  દર મહિનાની પહેલી તારીખે દેશમાં પેટ્રોલિયમ કંપનીઓ ઓઈલ અને ગેસના ભાવમાં સંશોધન કરે છે. બની શકે કે આ વખતે પણ પેટ્રોલ, ડીઝલ વગેરેના ભાવમાં ફેરફાર જોવા મળે. તમારા કુકિંગ ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે.
 3. બેંક ક્યારે બંધ રહેશે
  એપ્રિલમાં બેંકમાં કુલ 15 દિવસ રજા રહેશે. જેમાં તહેવારો, જયંતી, વીકએન્ડ રજાઓ સામેલ છે. મહિનાની શરૂઆત જ રજા સાથે થઈ રહી છે. એપ્રિલમાં આ વખતે આંબેડકર જયંતી, મહાવીર જયંતી, ઈદ ઉલ ફિત્ર સહિત અને અવસરોએ બેંક બંધ રહેશે. આ ઉપરાંત કુલ 7 દિવસની વીકેન્ડની રજાઓ પણ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *