જૂનિયર ક્લાર્કનાં ઉમેદવારોને સરકાર આપશે ટ્રાવેલ અલાઉન્સ, જાણો કેવી રીતે ભરશો ફોર્મ

જૂનિયર ક્લાર્કનાં ઉમેદવારોને સરકાર આપશે ટ્રાવેલ અલાઉન્સ

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારોને હવે ટ્રાવેલ એલાઉન્સ આપવાનું નક્કી કરાયુ છે. જે મુજબ કોલલેટર ડાઉનલોડ કર્યા બાદ હવે ઉમેદવારોએ ઓનલાઈન બેંકની માહિતી આપવી પડશે. જે બાદમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ 20 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન ઉમેદવારોના ખાતામાં આ રકમ એટલે કે ટ્રાવેલ એલાઉન્સની ફાળવણી કરવામાં આવશે. જોકે નોંધનીય છે કે, આ માહિતી ઓનલાઈન ભરવાની સમયમર્યાદા 31-03-2023ના બપોરે 01:00 વાગ્યાથી 09-04-2023ના 12:30 વાગ્યા ભરી શકાશે.

  • જૂનિયર ક્લાર્કની પરિક્ષા સંદર્ભે મહત્વના સમાચાર 
  • રાજ્ય સરકાર ઉમેદવારોને આપશે ટ્રાવેલ અલાઉન્સ
  • હાજર ઉમેદવારોના બેંક ખાતામાં ઉચ્ચક રકમ જમા થશે
  • રૂ.254 ઉમેદવારોના બેંકના ખાતામાં જમા થશે
  • કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ બેંકની માહિતી આપવી પડશે
  • જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ માટે જોવાલાયક વિડિયો
  • MUST WATCHING VIDEOS CLICKHERE
જૂનિયર ક્લાર્કનાં ઉમેદવારોને સરકાર આપશે ટ્રાવેલ અલાઉન્સ
જૂનિયર ક્લાર્કનાં ઉમેદવારોને સરકાર આપશે ટ્રાવેલ અલાઉન્સ

હસમુખ પટેલે ટ્વિટ કરીને મોટી જાહેરાત

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને મોટી જાહેરાત કરી છે. મહત્વનું છે કે, ગઈકાલે જ હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, આવતીકાલે એટલે કે 31-03-2023થી જુનિયર કલાર્ક પરીક્ષા માટે ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. જોકે હવે આજે ફરી હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું છે કે, આજે બપોરે 1.00 વાગ્યાથી જુનિયર ક્લાર્કના કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલને જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાની જવાબદારી સોપાઈ છે. તેવાં અગાઉ પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ હવે કોલલેટરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે, ગઈકાલે જ હસમુખ પટેલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, આગામી 9 એપ્રિલે યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલલેટર આવતીકાલથી ડાઉનલોડ કરી શકાશે. નોંધનીય છે કે, 1 હજાર 181 જગ્યા માટે આ પરીક્ષા યોજાઈ રહી છે.

જૂનિયર ક્લાર્કનાં ઉમેદવારોને સરકાર આપશે ટ્રાવેલ અલાઉન્સ, જાણો કેવી રીતે ભરશો ફોર્મ
જૂનિયર ક્લાર્કનાં ઉમેદવારોને સરકાર આપશે ટ્રાવેલ અલાઉન્સ, જાણો કેવી રીતે ભરશો ફોર્મ

પેપર પ્રિન્ટ ક્યાં કરવામા આવશે?

આ સાથે તેમણે જણાવ્યું કે, પેપર પ્રિન્ટ ક્યાં કરવામા આવશે ? તે એક દમ ગોપનિય રાખવામા આવશે. આ સાથે કહ્યું કે, એપ્રિલ મહિનામાં પરિક્ષા યોજવાની તૈયારી છે. વિઘાર્થીઓ મહેનત કરવા લાગે બનેલી કમનસીબ ઘટનાનો ફાયદો લઇ વિઘાર્થીને સમય મળ્યો તો ડબલ મહેનત કરે.

instagram :-

https://www.instagram.com/ehubcentre/

TWITTER

Leave a Comment