રાજ્ય સરકારે વર્ગ 3ની ભરતી માટે મોટા ફેરફાર કર્યા, હવે દ્વિ-સ્તરીય પરીક્ષા પધ્ધતિ લાગુ કરવામાં આવી

રાજ્ય સરકારે વર્ગ 3ની ભરતી માટે મોટા ફેરફાર કર્યા, હવે દ્વિ-સ્તરીય પરીક્ષા પધ્ધતિ લાગુ કરવામાં આવી

વર્ગ-3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહી

ભરતી બોર્ડના નિયમોને આધિન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે

Image : pixabay

રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે સરકારે મહત્વના ફેરફાર કર્યા છે. ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી માટે મોટા ફેરફાર કર્યા છે. રાજ્ય સરકારે વર્ગ 3ની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ માટે રાજ્યના સરકારના સામાન્ય વહીવટી વિભાગે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. આ જાહેરનામાં બાદ કલાર્ક, સિનિયર કલાર્ક, જુનીયર ક્લાર્ક, ઓફિસ આસીસ્ટન્ટ ભરતી માટે નવા નિયમો લાગુ કરવામાં આવશે.  

વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહી

ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે જેમા હવે વર્ગ 3 ની ભરતી માટે દ્વિ-સ્તરીય પરીક્ષા પધ્ધતિ લાગુ કરવામાં આવી છે. આ નવા નિયમો મુજબ ભરતીની પરીક્ષા પ્રિમિલનરી અને મુખ્ય એમ બે તબક્કામાં લેવાશે.  હવે પછી વર્ગ-3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહી. મુખ્ય પરીક્ષાના આધારે જ મેરીટ લીસ્ટ બનશે. આ સાથે પ્રિમિલનરી પરીક્ષામાં પાસ ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે. 

ઉમેદવાર અંગ્રેજી ભાષામાં પરીક્ષા આપી શકશે

આ નવા નિયમ બાદ હવે ચારેય કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવામાં આવશે. હવેથી ઉમેદવાર ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં પરીક્ષા આપી શકશે. આ ઉપરાંત દર વર્ષે વિભાગોએ પોતાની ખાલી જગ્યાઓ અંગે સેક્રેટરી ને જાણ કરવાની રહેશે. ભરતી બોર્ડના નિયમોને આધિન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પહેલાં વર્ગ-3ની ભરતી માટે માત્ર એક જ પરીક્ષા લેવામાં આવતી અને પરીક્ષાનું પરીણામ જાહેર થતા જ સીધી ભરતી કરીને ઓર્ડર આપી દેવામાં આવતા હતાં. જોકે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સરકારી નોકરીની ભરતીઓ માટેની પરીક્ષાઓમાં વારંવાર થતાં પેપરલીક કાંડ અને ગેરરીતિઓને અટકાવવા સરકારે આ નિર્ણય કર્યો છે. 

પ્રાથમિક પરીક્ષા 100 માર્કની હશે 

આ નવા નિયમ મુજબ અપર ક્લાસ-3માં પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવાશે જે 100 માર્કની હશે અને ફક્ત એક કલાક જ સમય મળશે. આ પ્રાથમિક પરીક્ષામાં કોઈ પણ કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 40 માર્ક લેવાના રહેશે. પ્રાથમિક પરીક્ષામાં રિજનિંગ અને ગણિતના 40 માર્ક, એપ્ટિટ્યુડના 30 માર્ક, અંગ્રેજીના 15 માર્ક અને ગુજરાતીના 15 માર્કનો સમાવેશ થશે. આ પરીક્ષા પાસ કર્યા બાદ મુખ્ય પરીક્ષા આવશે. જેમાં GPSC જેમ 3 પેપર લખવાના રહેશે અને તેનો સમય 3 કલાકનો રહેશે. પ્રથમ ગુજરાતી ભાષાનું પેપર હશે જેમાં પત્ર, નિબંધ સહિત 100 માર્કનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજું પેપર અંગ્રેજી હશે જેમાં પણ 100 માર્ક્સનું લખવાનું રહેશે. આ પેપર GPSC લેવલનું હશે. છેલ્લું અને ત્રીજું પેપર GSનું 150 માર્ક્સનું હશે જેમાં ઇતિહાસ, વારસો, બંધારણ, ઇકોનોમી, વિજ્ઞાન-ટેક્નોલોજી અને જાહેર વહીવટ જેવા બધા જ વિષયના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *