Advertising

દ્વારકા એક્સપ્રેસ વે નું કાર્ય પૂર્ણ થવાના આરે: ટૂંક સમયમાં થઈ જશે તૈયાર, જાણો તેની વિશેષતાઓ

દ્વારકા એક્સપ્રેસ વે નું કાર્ય પૂર્ણ થવાના આરે: ટૂંક સમયમાં થઈ જશે તૈયાર, જાણો તેની વિશેષતાઓ

                                                 Image Source: Twitter

Advertising

નવી દિલ્હી, તા. 19 મે 2023 શુક્રવાર

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દ્વારકા એક્સપ્રેસ વે નું નિરીક્ષણ કર્યા બાદ કહ્યુ કે પરિયોજના 3-4 મહિનામાં પૂર્ણ થઈ જવાની શક્યતા છે અને ડિસેમ્બરથી પહેલા આને ખુલ્લો મૂકી દેવામાં આવશે. દેશના આ પહેલા એલિવેટેડ અર્બન એક્સપ્રેસ વે થી દિલ્હી-ગુરૂગ્રામ વચ્ચે પરિવહન દબાણ ઓછુ થવાના કારણે ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો આવશે. નીતિન ગડકરીએ જણાવ્યુ કે પરિયોજનાનો કુલ ખર્ચ 9000 કરોડ રૂપિયા છે અને કાર્ય 75-90 ટકા સુધી પૂરુ થઈ ગયુ છે. નિરીક્ષણ દરમિયાન તેમની સાથે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના, કેન્દ્રીય રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહ અને રાવ ઈન્દ્રજીત સિંહ, સાંસદ પરવેશ સિંહ વર્મા તેમજ રમેશ બિધૂડી પણ હાજર રહ્યા.

Advertising

એક્સપ્રેસ વે ની વિશેષતાઓ

– આ 29 કિમી લંબાઈ ધરાવતો દેશનો પહેલો એલિવેટેડ 8-લેન એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે હરિયાણામાં 18.9 કિમી સિંગલ પિલર પર 34 મીટર પહોળો અને દિલ્હીમાં 10.1 કિમી લંબાઈનો બની રહ્યો છે.

– દ્વારકા એક્સપ્રેસ વે પર ટોલ સંગ્રહનું કામ સંપૂર્ણ રીતે સ્વચાલિત હશે અને સંપૂર્ણ પરિયોજના કાર્યક્ષમ પરિવહન વ્યવસ્થા (આઈટીએસ) થી યુક્ત હશે.

– આ એક્સપ્રેસ વે નું રોડ નેટવર્ક ચાર સ્તરનું છે- ટનલ, અંડરપાસ, ગ્રેડ રોડ, એલિવેટેડ રોડ અને ફ્લાયઓવરની ઉપર ફ્લાયઓવર બની રહ્યો છે.

– એક્સપ્રેસ વે ની બંને તરફ 3- લેનનો સર્વિસ રોડ બનવા જઈ રહ્યો છે અને દિલ્હીમાં દેશની સૌથી પહોળી 3.6 કિમી લંબાઈની 8-લેન ટનલ બનાવવામાં આવી રહી છે.

– આનાથી હરિયાણા અને પશ્ચિમ દિલ્હીના લોકોની ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે કનેક્ટિવિટી સારી થશે. હરિયાણામાં આ એક્સપ્રેસ વે પટૌદી રોડ એસએચ-26 માં હરસરુ નજીક અને ફારુખનગર (એસએચ-15 એ) માં બસઈ નજીક ઈન્ટરસેક્ટ કરશે. 

– આ દિલ્હી-રેવાડી રેલલાઈનમાં ગુડગાંવ સેક્ટર-88 (બી) નજીક અને ભરથલમાં UER-II ને પણ ક્રોસ કરશે. એક્સપ્રેસ વે ના ગુડગાંવ સેક્ટર- 88,83,84,99,113 થી થતા દ્વારકા સેક્ટર-21 સાથે ગ્લોબલ સિટી સાથે જોડવામાં આવશે.

ચાર પેકેજમાં પૂર્ણ થશે કાર્ય

નીતિન ગડકરીએ જણાવ્યુ કે એક્સપ્રેસ વે નું કામ ચાર પેકેજમાં પૂરુ થશે જે એક્સપ્રેસ વે નેશનલ હાઈવે નંબર 8 નજીક દિલ્હીના મહિપાલપુરમાં શિવ મૂર્તિ નજીક શરૂ થશે. પહેલુ પેકેજ મહિપાલપુર શિવમૂર્તિથી દ્વારકા સુધી (લગભગ 60 ટકા કાર્ય પૂર્ણ), બીજુ પેકેજ દ્વારકા અર્બન એક્સટેન્શન રોડથી બજઘેરા (લગભગ 82 ટકા કાર્ય પૂર્ણ), ત્રીજુ પેકેજ – બજઘેરાથી બસઈ રેલ ઓવરબ્રિજ સુધી (લગભગ 93 ટકા પૂર્ણ) અને ચોથુ પેકેજ બસઈ આરઓબીથી નેશનલ હાઈવે નંબર 8 પર ગુરૂગ્રામ ખેડકી-દૌલા ગામ નજીક બનેલા ટોલ પ્લાઝા (લગભગ 99 ટકા પૂર્ણ) સામેલ છે.

પ્રથમ એલિવેટેડ અર્બન એક્સપ્રેસ વે

29 કિલોમીટર લાંબો દ્વારકા એક્સપ્રેસ વે દેશનો પ્રથમ એલિવેટેડ અર્બન એક્સપ્રેસ વે છે. જેમાં આઠ લેનમાં પહેલુ સિંગર પિલર ફ્લાયઓવર બનેલુ છે. આ એક્સપ્રેસ વેનું પૂર્ણ થવાથી દ્વારકાથી આઈજીઆઈ એરપોર્ટ સુધી અવર-જવરમાં લગભગ પાંચ મિનિટ લાગશે અને ગુડગાંવના રહેવાસીઓની અવરજવર સરળ થઈ જશે.

Advertising

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *