Advertising

IPLના ઈતિહાસમાં ગઈ કાલે ત્રીજી વખત આ રેકોર્ડ બન્યો, 4 વર્ષ બાદ બે ખેલાડીઓએ કર્યો કમાલ

IPLના ઈતિહાસમાં ગઈ કાલે ત્રીજી વખત આ રેકોર્ડ બન્યો, 4 વર્ષ બાદ બે ખેલાડીઓએ કર્યો કમાલ

IPL 2023ના 65માં મેચમાં વિરાટે 62 બોલમાં જ પોતાની સદી પૂરી કરી હતી

આ મેચમાં હૈદરાબાદના હેનરિક ક્લાસેને પણ સદી ફટકારી હતી

Image : Twitter

IPL 2023માં ગઈકાલે રાજીવ ગાંધી સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આક્રમક સદી ફટકારી હતી. IPL 2023ના 65માં મેચમાં વિરાટે 62 બોલમાં જ પોતાની સદી પૂરી કરી હતી જેમ 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. કોહલીએ IPLમાં છઠ્ઠી અને આ સીઝનમાં પહેલી સદી ફટકારી હતી.

Advertising

આ મેચમાં હૈદરાબાદના હેનરિક ક્લાસેને પણ શાનદાર સદી ફટકારીને ટીમનો સ્કોર 186 રન સુધી પહોંચાડ્યો હતો. આ મેચમાં હૈદરાબાદ તરફથી હેનરિક સિવાય કોઈ ખેલાડી મોટી ઈનિંગ રમી શક્યુ ન હતું. જો કે બેંગ્લોરે આ ટાર્ગેટ 19.2 ઓવરમાં જ ચેઝ કર્યો અને 8 વિકેટથી વિજય મેળવ્યો હતો. આ મેચમાં વિરાટ કોહલીએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. મેચમાં બે અલગ-અલગ ખેલાડીઓએ સદી ફટકારીને ચાર વર્ષ બાદ ઈતિહાસ રચ્યો હતો.

IPL 2023માં બે અલગ-અલગ ટીમના ખેલાડીઓએ એક મેચમાં સદી ફટકારી

Advertising

IPL 2023માં ગઈકાલે રમાયેલી મેચમાં એક શાનદાર રેકોર્ડ જોવા મળ્યો હતો.  બંને ટીમના ખેલાડીઓએ સદી ફટકારીને ટીમમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આવું 4 વર્ષ બાદ બન્યુ હતું. છેલ્લે વર્ષ 2019માં આવી ઘટના બની હતી. વિરાટ કોહલી આ સિઝનમાં 500થી વધુ રન બનાનીને ઓરેન્જ કેપની રેસમાં ચોથા સ્થાને છે. વિરાટે IPL કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારીને ક્રિસ ગેલની બરાબરી કરી હતી. 

કોહલીની સદી પર અનુષ્કાએ કહ્યું તે બોમ્બ છે, વિરાટે ગ્રાઉન્ડ પરથી કર્યો વીડિયો કોલ

IPLના ઈતિહાસમાં એક જ મેચમાં બે સદી ફટકારનાર ખેલાડીઓ

વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ, બેંગ્લોર, 2016

ડેવિડ વોર્નર અને જોની બેરસ્ટો, હૈદરાબાદ, 2019

વિરાટ કોહલી અને હેનરિક ક્લાસેન, હૈદરાબાદ, 2023

Advertising

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *