Advertising

Heatstroke

Heatstroke: ભારતમાં હાલ ઉનાળાની સિઝન ચાલે છે ત્યારે ગરમી ને લઈને અવાર નવાર સમાચારો સંભળાતા હોય છે. ત્યારે વાત કરવામાં આવે તો હવામાન ખાતાની આગાહી મુજબ આપણા ગુજરાત રાજયમાં હિટવેવ (લૂ) શરૂ થઈ ગઈ છે ત્યારે આ ઉનાળાની કાળઝાર ગરમી હિટવેવ (લૂ) થી બચવા શું તકેદારી રાખી જોઈએ તેની માહિતી મેળવીએ.

Advertising

હિટવેવ (લૂ) હોય ત્યારે તકેદારીના ભાગરૂપે શું ધ્યાનમાં રાખવું.

  • ઉનાળાની સિઝન દરમિયાન પુષ્કળ પ્રમાણમા ઠંડું પાણી તથા લીબું સરબત પીવું જોઈએ.
  • ગરમીથી બચવા બહાર કામ સિવાય જવાનું ટાળો.
  • વધુ પડતો શ્રમ ટાળો શકય હોય ત્યા સુધી તડકામાં ફરવા બિનજરૂરી ના જવું. આ દિવસ દરમ્યાન મુસાફરી કરવાનું થાય તો ટોપી, ચશ્મા તથા પલાળેલ રૂમાલ મોઢા ઉપર રાખવો.
  • સુતરાઉ તથા સફેદ કલરના કપડા પહેરવાનો આગ્રહ રાખો.
  • ઠંડકવાળી જગ્યા પર જાવો, જેવા કે મંદીર, મસ્જીદ, થિયેટર વગેરે.
  • પંખા, કુલર અને એ.સી. નો ઉપયોગ કરતાં રહો.
  • કાળઝાર ગરમીના સમય પર ચા પીવાની જગ્યાએ ગોળ, લીંબુ, વરીયાળીથી બનાવેલ સરબત પીવા યોગ્ય છે.
  • બજારમાં ખુલ્લામાં મળતી ખાણી પીણીની વસ્તુ બને ત્યાં સુધી ઓછી માત્રામાં ખાઓ.
  • વૃધ્ધોની, સગર્ભ માતા અને નાના બાળકોનું બને એટલા તડકામાં ન જાય તેનું ખાસ ધ્યાન રાખવુ. ઉપરની સુચનાઓનો અમલ કરવા જાહેર અપીલ કરવામાં આવે છે.

લૂ લાગવા થી બચો આરોગ્યને લગતા સુચનો

  • હીટ વેવ (લૂ) દરમ્યાન બહાર નીકળવાનું ટાળવું જોઈએ, આખું શરીર અને માથું ઢંકાઇ તે રીતે સફેદ સુતરાઉ અને ખુલતા કપડાં પહેરવા, ટોપી, ચશ્માં, છત્રીનો ઉપયોગ કરવો.
  • Heatstroke થી નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશકત અને બિમાર લોકોએ તડકામાં વિશેષ કાળજી લેવી જોઈએ
  • લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારીયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ, ઓ.આર.એસ. વગેરે વધુ માત્રામાં પીવા જોઈએ.
  • સીધા સુર્ય પ્રકાશથી બચો.
  • ભીનાં કપડાંથી માથું ઢાંકી રાખો થોડા સમયે પલાળેલા કપડાંથી શરીર લૂછો વારંવાર ઠંડું પાણી પીવું રાખો.
  • બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.
  • ગરમીમાં બહારથી ઘરે આવ્યા પછી તરત જ નાહવું જોઈએ નહીં
  • શરીરનું તાપમાન નીચુ આવે ત્યાર પછી જ નહાવુ, શકય હોય તો ઘરના બારી અને બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી
  • દિવસ દરમ્યાન ઝાડ ના છાયડા માં નીચે ઠંડક રહેવું.
  • બજારમાં મળતો ખુલ્લો, વાસી નાસ્તો ખાવો જોઈએ નહી, બજારમાં મળતા બરફનો ઉપયોગ ટાળવો, લગ્ન પ્રસંગે તથા અન્ય પ્રસંગમાં દૂધ, માવાથી બનીલી આઈટમ ખાવી નહી
  • ઉપવાસ કરવાનું ટાળવું, સવારનું ભોજન ૧૨:૦૦ વાગ્યા સુધીમાં લઈ લેવું જોઈએ.
  • ચા-કોફી અને દારૂથી Heatstroke (લૂ) લાગવાની શકયતા વધે છે, તેથી તેનું લેવાનું ટાળવું જોઈએ.
  • હીટ વેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નિકળવાનું ટાળવું
  • હીટ વેવ (લૂ) ના લક્ષણો
  • માથાનો દુખાવો, પગની પીંડીઓમાં દુખાવો થવો
  • શરીરનું તાપમાન વધવું
  • ચક્કર આવવા
  • આંખે ઓછું દેખાવું
  • ખૂબ તરસ લાગવી
  • શરીરમાંથી પાણીની માત્રા ઓછી થઈ જવું
    ઉલ્ટી થવી, ઉબકા આવવા
  • ખૂબ થાક લાગવો અને સ્નાયુઓનો દુખાવો
  • બેભાન થઈ જવું
  • સુધ-બુધ ગુમાવી દેવી (Confusion)
  • અતિગંભીર કિસ્સામાં ખેંચ પણ આવવી
  • લૂ લાગે ત્યારે શું કરવુ?

Heatstroke માં વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ(વાળા), અને કાળી દ્રાક્ષનું શરબત પીવું જોઈએ, રાત્રે ૧૦ નંગ જેટલી કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી, તરબુચ ખાવાનો ઉપયોગ સવારે અને બપોરે કરવો.
લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલીક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. અને ડોક્ટરની સલાહ મુજબ વર્તવું.

Advertising

હિટવેવ મા શું ન કરવુ જોઈએ ?

ગરમીના લૂ ની પરિસ્થિતિ શારીરિક તણાવમાં આવી શકે છે, Heatstroke થી માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. ગરમીના મોજા દરમિયાન તેની અસરને શક્ય એટલી ઓછી કરવા અને લૂ થી ગંભીર બીમારીઓ અથવા મૃત્યુ અટકાવવા માટે નીચેના આપેલા ઉપાયો કરી શકો છો.

  • ખાસ કરીને બપોરના ૧૨ થી ૩ વાગ્યાની વચ્ચે તડકામાં જવાનું ટાળવું.
  • તરસ ન લાગી હોય તો પણ, પર્યાપ્ત અને શકય તેટલું વારંવાર પાણી પીવું.
  • ઓછા વજનના, ઝાંખા રંગના ઢીલા અને છિદ્ર વાળા સુતરાઉ કપડા પહેરવા. તડકામાં જતી વખતે આંખોની રક્ષા માટે ગોગલ્સ, છત્રી, ટોપી, બુટ ચપ્પલનો ઉપયોગ કરવો.
  • બહારનું તાપમાન વધારે હોય ત્યારે ખૂબ મહેનતની પ્રવુત્તિઓ કરવાનું ટાળો.
  • ક્યાય પણ પ્રવાસ કરતી વખતે તમારી સાથે પાણી રાખો.
  • આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ પીવું જોઈએ નહીં જે શરીરમાંથી પાણી શોશી લે છે.
  • વધુ પ્રોટીન યુક્ત ખાવાનું ખાવો નહીં અને વાસી ખોરાક પણ ખાવો નહીં.
  • જો તમે બહાર કામ કરતા હોવ તો ટોપીનો ઉપયોગ કરવો તેમજ તમારા માથા, ગળા, ચહેરા અને અંગો પર પલાળેલ કપડું રાખો.
  • પાર્ક કરેલ વાહનોમાં બાળકો અને પાલતુ પશુઓને રાખવા નહીં.
  • જો તમે બેભાન અથવા બીમાર હોવ તો તરત જ ડૉકટરે પાસે જવું.
  • ઓઆરએસ, ઘરે બનાવેલા પીણા જેમ કે લસ્સી, તોરણી(ચોખાનું પાણી), લીંબુ સરબત, છાશ વગેરેનો ઉપયોગ કરવો જે શરીરમાં ફરી પ્રવાહી સંગ્રહ કરવામાં મદદ કરે છે.
  • પ્રાણીઓને છાયામાં રાખો અને તેમને પીવા વધુ પ્રમાણમાં પાણી આપો.
  • તમારા ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સન-શેડનો ઉપયોગ કરો અને રાત્રે બારીઓ બારણાં ખુલ્લી રાખો.
  • પંખા અને ભીના કપડાનો ઉપયોગ કરો તેમજ ઠંડા પાણીમાં નાહવાનું રાખો.

લૂ ની અસર પામેલા લોકોની સારવાર માટેના ઉપાયો

  • વ્યક્તિને ઠંડી જગ્યામાં છાયામાં નીચે સુવડાવો. તેને/તેણીને ભીના કપડાથી લુછો/શરીરને વારેવારે ધુઓ. માથા પર સામાન્ય હૂંફાળું પાણી રેડો. મુખ્ય બાબત શરીરના તાપમાનને નીચે લાવવા પ્રયત્ન કરો.
  • એ વ્યક્તિને પીવા માટે ઓઆરએસ અથવા લીંબુ શરબત કે તોરણી(ચોખાનું પાણી) અથવા શરીરમાં ફરી પાણીનો સંગ્રહ થાય તેવી કોઇપણ વસ્તુ પીવડાવો. વ્યક્તિને તાત્કાલિક નજીકના દવાખાના ખાતે લઇ જાવ. લૂ ઘાતક નીવડી શકે તેમ હોય, દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાની જરૂર છે તો ત્યાં પણ પહોચાડવાની વ્યવસ્થા કરો.
  • વધુ ઠંડી આબોહવા માંથી ગરમ આબોહવામાં આવતા વ્યક્તિઓને વધુ ખતરો હોય છે. ગરમીની ઋતુ દરમિયાન તમારા કુંટુબની મુલાકાતે આવા વ્યક્તિ આવતા હશે. તેઓનું શરીર ગરમ આબોહવાને અનુકૂળ ન થાય ત્યાં સુધી તેઓએ એક અઠવાડિયા સુધી ખુલ્લા મેદાનમાં ફરવું જોઇએ નહીં અને પુષ્કળ પાણી પીવું જોઇએ. ગરમીના મોજા દરમિયાન ગરમ આબોહવાના ધીમે ધીમે સંપર્કમાં આવીને આબોહવા સાથે અનુકૂલન સાધી શકાય છે.

Heatstroke અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇનઅહીં ક્લિક કરો
Advertising

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *